Showing posts with label Gujarati Jokes. Show all posts
Showing posts with label Gujarati Jokes. Show all posts

Wednesday, July 22, 2009

Gujarati Jokes 4

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યકિતએ ૧૦૦ નંબર લગાવી પૂછ્યું, હેલો શું

આ ફાયરબ્રિગેડ છે? જવાબ મળ્યો : ના, તમે ૧૦૧ પર લગાવો.

વ્યકિત : તમે જ જરા તમારી બાજુવાળાને કહી દોને કે મારા ઘરમાં આગ લાગી ગઇ છે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નર હાથીઓનું એક ઝૂંડ માદા હાથીઓની પાસેથી પસાર થયું.

અચાનક અવાજ આવ્યો. શું ફિગર છે.

૩૬૬૦-૨૬૦૦-૩૬૦૦

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિરક્ષર મહિલાએ શહેરમાં જઇ ફોટો પડાવ્યો.

તેની પાડોશમાં રહેતી રીનાને આ ફોટો બતાવ્યો એટલે રીનાએ કહ્યું,

‘અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે?’

‘હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.

પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.

વારંવાર કહેતો હતો મારી તરફ જોઈને હસો.’ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યકિતએ પોતાનો કૂવો પાડોશીને વેચી દીધો.

જયારે પાડોશી પાણી ભરવા લાગ્યો ત્યારે તે વ્યકિત બોલી, ‘મેં કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો પાણી ભરવું હોય તો તેનો અલગ ચાર્જ થશે.’ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચોર (બંદૂક સામે રાખી ચંદુભાઈને): જીવતા રહેવું હોય તો તમારું પર્સ મને આપી દો.

ચંદુભાઈ: આ લો.

ચોર: કેટલો મૂર્ખ છે તું, મારી બંદૂકમાં તો ગોળી જ નથી.

ચંદુભાઈ: મારા પર્સમાં પણ કયાં રૂપિયા છે? હા...હા.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસે મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો,

ટીટીએ આવીને તેને પૂછ્યુ- તમારે ક્યા જવાનુ છે ?

મગન - રામના જન્મસ્થાન.

ટીટી - ટિકિટ લીધી છે ?

મગન - એની શી જરૂર છે ?

ટીટી - તો પછી ચાલો મારી સાથે.

મગન - ક્યા ? ટીટી - કૃષ્ણના જન્મસ્થાને. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Jokes 3

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છોકરો - નાઈસ ડ્રેસ છોકરી - થેંક્સ
છોકરો - લિપસ્ટીક પણ સારી છે
છોકરી - થેંક્સ
છોકરો - મેક-અપ પણ સારો છે
છોકરી - થેક્યુ ભાઈ
છોકરો - છતા સારી નથી લાગતી. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે દેડકા બેઠા હતા એક બોલ્યો -ટર્રર્ર
બીજો બોલ્યો - ટર્રર્ર
પહેલો ફરી બોલ્યો - ટર્રર્ર
બીજો ફરી બોલ્યો - ટર્રર્ર
પહેલો બોલ્યો - ફર્રર્ર
બીજો બોલ્યો - એય તૂ ટોપિક ચેંજ ના કરીશ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક દિવસ મગન નોકરી માટે ઈંટરવ્યુ આપવા ગયો.
મેનેજર (ઈંટરવ્યુના સમયે) તમારી સૌથી મોટી યોગ્યતા કંઈ છે ?
મગન - મારી પત્ની. મેનેજર - ગુડ. અને સૌથી મોટી નબળાઈ ?
મગન - બીજાની પત્ની.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એકવાર એક પડોશીએ પોતાની ગર્લફ્રેંડના ખભા પર ધીરેથી હાથ મૂક્યો અને બોલ્યો - આઈ લવ યૂ
છોકરીએ એકદમ હાથ ઝટકીને બોલી - ધીરેથી શુ બોલો છો, જરા જોરથી બોલોને.
પડોશી - જય માતા દી, જય માતા દી.~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક વાર પ્રેમિકાના પિતાએ પ્રેમીને કહ્યુ - હુ નથી ઈચ્છતો કે કોઈ મારી છોકરી આખી જીંદગી એક ગધેડા સાથે વિતાવે.
પ્રેમી - હું પણ નથી ઈચ્છતો, તેથી જ તો તેનો હાથ માંગી રહ્યો છુ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સરદારનુ મૃત્યુ વીજળી પડવાથી થયુ. તેની લાશ હસતી જોવા મળી.
ભગવાને કહ્યુ - આવુ કેમ ?
સરદાર બોલ્યા - મને લાગ્યુ કે કોઈ ફોટો ખેંચી રહ્યુ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Jokes 2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર દારૂડિયા પિતાને - જુઓ અમારા પુસ્તકમાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે પપ્પા તમે રાત-દિવસ નશામાં કેમ રહો છો. પિતાજી - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ. પુત્ર - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ? પિતાજી - ના, કાલથી શાળામાં જવાનું બંધ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ બે મિત્રો એક કવિ સંમેલનમાં ગયા. થોડીવાર પછી એક મિત્રએ બીજાને ધીરેથી કાનમાં કહ્યું - જો તારી બાજુવાળા કાકા ઉંધી રહ્યા છે. બીજો ખિજાઈને બોલ્યો - ઓહ હો...આટલી અમથી વાત કહેવા માટે તે મારી ઉંધ બગાડી ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે મિત્રો કોફી શોપમાં કોફી પીવા બેઠા હતા. અચાનક એક મિત્રએ બીજાને કહ્યુ - અરે યાર, જલ્દી કોફી પી લે નહી તો ગડબડ થઈ જશે. બીજો મિત્ર - કેમ યાર, શુ થયુ ? પહેલો મિત્ર - સામે બોર્ડ પર જો શુ લખ્યુ છે, હોટ કોફી 10 રૂપિયા, કોલ્ડ કોફી 25 રૂપિયા. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક છોકરો એક છોકરી એલ કે જીમાં ભણતા હતા છોકરો - તૂ માલી જોલે લદન કરીશ ? છોકરી - નહી. છોકરો - કલી લે ને. છોકરી - હું નહી કલુ. છોકરો - કલીલે ને પ્લીજ બેન. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરાવાળા - અમને છોકરી પસંદ છે, લગ્ન ક્યારે કરવાના છે ? છોકરીવાળા - હજુ તો છોકરી ભણી રહી છે. છોકરાવાળા - તો અમારો છોકરો કોઈ વાંદરો થોડી છે કે ચોપડી ફાડી નાખે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Jokes 1

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - છગન, તુ ખૂબ પરેશાન લાગી રહ્યો છે ? શુ થયુ ? છગન - હુ બાપ બનવાનો છુ. મગન - અરે આ તો ખુશખબર છે. છગન - આમા સારુ શુ છે ? આ વાત મારી પત્નીને હજુ સુધી નથી ખબર.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભાણિયો - મામા, મને પચાસ રૂપિયા આપો ને. મામા - તને રૂપિયાની નહી અક્કલની જરૂર છે ભાણિયો - પણ મામા, તમારી પાસે અક્કલ તો છે જ નહી, એવુ ગઈકાલે મામી કહી રહી હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એકવાર શાયરનો પુત્ર લંગડો ચાલી રહ્યો હતો એ પડોશી મિત્રને બોલ્યો - મારા કાનપુરી ચંપલ ખૂબ જ કરડે છે. પડોશી બોલ્યો - જરૂર તારા પિતાજી મુશાયરા ગયા હશે ત્યાંથી લાવ્યા હશે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છગન - યાર, તુ એક જ મેસેજને બે વાર કેમ મોકલે છે ? મગન - યાર, એ માટે કે જો એક મેસેજ તને ફોરવર્ડ પણ કરવો પડે, તો બીજો તો સુરક્ષિત રહે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મોહન : દોસ્ત, મારે મારા કોમ્પ્યૂટર માટે એક ખીલી અને હથોડી જોઇએ છે. સોહન : પરંતુ કમ્પ્યૂટરમાં હથોડી અને ખીલીની શું જરૂર છે? મોહન : મારે કમ્પ્યૂટરમાં વિન્ડોઝ લગાવવાની છે ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉદરને બિલાડી સાથે પ્રેમ થઇ જાય, તો તે એને કેવી રીતે કહેશે? આ તો ખૂબ જ સહેલું છે. ઉદર કહેશે, ‘બિલ્લો રાની, કહો તો અભી જાન દેદુ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Sunday, March 29, 2009

Gujarati Jokes Part 2


Gujarati Jokes Part 2 - ગુજરાતી જોક્સ ભાગ 2

Wednesday, March 25, 2009

Gujarati Jokes ગુજરાતી જોક્સ

Hi Friends I have some of the great Gujarati Jokes that I would like to share with you all. I hope you will enjoy them.