~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - છગન, તુ ખૂબ પરેશાન લાગી રહ્યો છે ? શુ થયુ ? છગન - હુ બાપ બનવાનો છુ. મગન - અરે આ તો ખુશખબર છે. છગન - આમા સારુ શુ છે ? આ વાત મારી પત્નીને હજુ સુધી નથી ખબર.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભાણિયો - મામા, મને પચાસ રૂપિયા આપો ને. મામા - તને રૂપિયાની નહી અક્કલની જરૂર છે ભાણિયો - પણ મામા, તમારી પાસે અક્કલ તો છે જ નહી, એવુ ગઈકાલે મામી કહી રહી હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એકવાર શાયરનો પુત્ર લંગડો ચાલી રહ્યો હતો એ પડોશી મિત્રને બોલ્યો - મારા કાનપુરી ચંપલ ખૂબ જ કરડે છે. પડોશી બોલ્યો - જરૂર તારા પિતાજી મુશાયરા ગયા હશે ત્યાંથી લાવ્યા હશે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છગન - યાર, તુ એક જ મેસેજને બે વાર કેમ મોકલે છે ? મગન - યાર, એ માટે કે જો એક મેસેજ તને ફોરવર્ડ પણ કરવો પડે, તો બીજો તો સુરક્ષિત રહે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મોહન : દોસ્ત, મારે મારા કોમ્પ્યૂટર માટે એક ખીલી અને હથોડી જોઇએ છે. સોહન : પરંતુ કમ્પ્યૂટરમાં હથોડી અને ખીલીની શું જરૂર છે? મોહન : મારે કમ્પ્યૂટરમાં વિન્ડોઝ લગાવવાની છે ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉદરને બિલાડી સાથે પ્રેમ થઇ જાય, તો તે એને કેવી રીતે કહેશે? આ તો ખૂબ જ સહેલું છે. ઉદર કહેશે, ‘બિલ્લો રાની, કહો તો અભી જાન દેદુ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment