Wednesday, July 22, 2009

Gujarati Jokes 4

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યકિતએ ૧૦૦ નંબર લગાવી પૂછ્યું, હેલો શું

આ ફાયરબ્રિગેડ છે? જવાબ મળ્યો : ના, તમે ૧૦૧ પર લગાવો.

વ્યકિત : તમે જ જરા તમારી બાજુવાળાને કહી દોને કે મારા ઘરમાં આગ લાગી ગઇ છે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નર હાથીઓનું એક ઝૂંડ માદા હાથીઓની પાસેથી પસાર થયું.

અચાનક અવાજ આવ્યો. શું ફિગર છે.

૩૬૬૦-૨૬૦૦-૩૬૦૦

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિરક્ષર મહિલાએ શહેરમાં જઇ ફોટો પડાવ્યો.

તેની પાડોશમાં રહેતી રીનાને આ ફોટો બતાવ્યો એટલે રીનાએ કહ્યું,

‘અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે?’

‘હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.

પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.

વારંવાર કહેતો હતો મારી તરફ જોઈને હસો.’ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યકિતએ પોતાનો કૂવો પાડોશીને વેચી દીધો.

જયારે પાડોશી પાણી ભરવા લાગ્યો ત્યારે તે વ્યકિત બોલી, ‘મેં કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો પાણી ભરવું હોય તો તેનો અલગ ચાર્જ થશે.’ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચોર (બંદૂક સામે રાખી ચંદુભાઈને): જીવતા રહેવું હોય તો તમારું પર્સ મને આપી દો.

ચંદુભાઈ: આ લો.

ચોર: કેટલો મૂર્ખ છે તું, મારી બંદૂકમાં તો ગોળી જ નથી.

ચંદુભાઈ: મારા પર્સમાં પણ કયાં રૂપિયા છે? હા...હા.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસે મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો,

ટીટીએ આવીને તેને પૂછ્યુ- તમારે ક્યા જવાનુ છે ?

મગન - રામના જન્મસ્થાન.

ટીટી - ટિકિટ લીધી છે ?

મગન - એની શી જરૂર છે ?

ટીટી - તો પછી ચાલો મારી સાથે.

મગન - ક્યા ? ટીટી - કૃષ્ણના જન્મસ્થાને. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment