~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પુત્ર દારૂડિયા પિતાને - જુઓ અમારા પુસ્તકમાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે પપ્પા તમે રાત-દિવસ નશામાં કેમ રહો છો. પિતાજી - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ. પુત્ર - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ? પિતાજી - ના, કાલથી શાળામાં જવાનું બંધ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક દિવસ બે મિત્રો એક કવિ સંમેલનમાં ગયા. થોડીવાર પછી એક મિત્રએ બીજાને ધીરેથી કાનમાં કહ્યું - જો તારી બાજુવાળા કાકા ઉંધી રહ્યા છે. બીજો ખિજાઈને બોલ્યો - ઓહ હો...આટલી અમથી વાત કહેવા માટે તે મારી ઉંધ બગાડી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે મિત્રો કોફી શોપમાં કોફી પીવા બેઠા હતા. અચાનક એક મિત્રએ બીજાને કહ્યુ - અરે યાર, જલ્દી કોફી પી લે નહી તો ગડબડ થઈ જશે. બીજો મિત્ર - કેમ યાર, શુ થયુ ? પહેલો મિત્ર - સામે બોર્ડ પર જો શુ લખ્યુ છે, હોટ કોફી 10 રૂપિયા, કોલ્ડ કોફી 25 રૂપિયા. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક છોકરો એક છોકરી એલ કે જીમાં ભણતા હતા છોકરો - તૂ માલી જોલે લદન કરીશ ? છોકરી - નહી. છોકરો - કલી લે ને. છોકરી - હું નહી કલુ. છોકરો - કલીલે ને પ્લીજ બેન. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છોકરાવાળા - અમને છોકરી પસંદ છે, લગ્ન ક્યારે કરવાના છે ? છોકરીવાળા - હજુ તો છોકરી ભણી રહી છે. છોકરાવાળા - તો અમારો છોકરો કોઈ વાંદરો થોડી છે કે ચોપડી ફાડી નાખે. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment